હજીરા-સુરત : આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમ/એનએસ) ઈન્ડીયાએ ફૂટબૉલ લીગમાં ટેકનિકલ સર્વિસ ટીમ વિજેતા બની છે. શુક્રવારે રમાયેલી ફાયનલમાં વિજેતા ટીમે રોલીંગ-ફીનીશીંગ કરતાં બહેતર દેખાવ કર્યો હતો. હજીરા નંદનિકેતન સેન્ટ્રલ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે સાંજે રમાયેલી મેચમાં ટેકનિકલ સર્વિસ ટીમએ રોલીંગ-ફીનીશીંગ ટીમ ને હરાવી હતી. એએમ/એનએસ ફૂટબૉલ લીગની વિજેતા ટીમ અને તેમના સમર્થકો આનંદવિભોર થઈ ગયા હતા.
એએમ/એનએસ ઈન્ડીયાના એચઆર, આઈઆર અને એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ શ્રી અનિલ મટૂએ વિજેતા ટીમ ટેકનિકલ સર્વિસને ટ્રોફી એનાયત કરી હતી. આ સમાપન સમારંભમાં અન્ય સિનિયર અધિકારીઓ અને વિવિધ વિભાગોના હેડ હાજર રહયા હતા.
એએમ/એનએસ ઈન્ડીયા હજીરા ટાઉનશિપમાં તા. 17 મેના રોજ શરૂ થયેલી એએમ/એનએસ ફૂટબૉલ લીગમાં 16 ટીમ વચ્ચે 40 મિનિટની એક એવી 12 મેચ રમવામાં આવી હતી. આ લીગમાં એએમ/એનએસ ઈન્ડીયા હજીરાના કુલ 246 કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ થયા હતા.
તા. 25 મે ના રોજ બે સેમી-ફાયનલ રમવામાં આવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં ટીમ એસએમપી-2 સામે 4-2 થી ટીમ ટેકનિકલ સર્વિસીસ વિજેતા બની હતી, જ્યારે ટીમ રોલીંગ-ફીનીશીંગે આયર્ન ઝોન-2ને 1-0ના સ્કોરથી બીજા સેમી- ફાયનલમાં હરાવી હતી.