સુરત : શરદપૂનમના પાવન અવસરે વેસુ સ્થિત વિજયાલક્ષ્મી હોલમાં પરંપરાગત રાસગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર હોલને શરદપૂનમની થીમ પર સજાવવામાં આવતા ત્યાં પહોંચનાર દરેકને ચાંદની રાત્રિનો અનોખો અનુભવ થયો હતો.
આ રાસગરબાનું આયોજન અંગે ઓન ટ્રેક એજ્યુકેશન ના મમતા જાની એ જણાવ્યું હતું કે સાંજે આરંભથી જ ઢોલ અને શહેનાઈની મધુર ધૂનોએ વાતાવરણને રાસમય બનાવી દીધું હતું. બે થી અઢી હજાર જેટલા લોકોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ જૂના લોકપ્રિય ગરબા ગીતો પર તાલ મિલાવી રાસની રમઝટ બોલાવી હતી.
ગરબારાસ દરમિયાન મહિલાઓ અને યુવતીઓના પરંપરાગત વેશભૂષા સાથેના ગરબા પર સૌની નજર થંભી ગઈ હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ભાગ લેનાર સૌને શુભેચ્છા પાઠવી અને ભારતીય સંસ્કૃતિની આ પરંપરાને જીવંત રાખવા સૌને આહવાન કર્યું હતું.