સુરત, ૮ ઑક્ટોબર, ૨૦૨૫: સોલેક્સ એનર્જી લિમિટેડ (NSE Code: SOLEX) — છેલ્લા ત્રણ દાયકાથી અગ્રણી સોલાર એનર્જી સોલ્યુશન્સ પ્રદાતા — એ આજે સુરતમાં પોતાના મહત્વપૂર્ણ મોખરાના મુકામની ઉજવણી કરી, કંપનીએ પ્લેટફોર્મ પરથી NSE Main Board પર સફળ સ્થાનાંતરણ કર્યું.
આ વિશેષ પ્રસંગે વરિષ્ઠ પ્રતિનિધિઓ, બેન્કર્સ, ઇન્વેસ્ટર્સ, સોલેક્સના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ, પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના નેતૃત્વ ઉપસ્થિત રહ્યા.
સોલેક્સ એ ૨૦૧૮માં NSE EMERGE પ્લેટફોર્મ પર યાદીબદ્ધ થયેલી પ્રથમ કંપનીઓમાંની એક હતી અને ત્યારથી સતત સશક્ત વૃદ્ધિ (growth) અને સ્થિરતા દર્શાવી છે.
આ અવસરે ડૉ. ચેતન શાહ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, સોલેક્સ એનર્જી,એ જણાવ્યું:
“અમારા વતન સુરતમાં, ઇન્વેસ્ટર્સ, બેન્કર્સ, ક્લાયન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના નેતાઓની હાજરીમાં બેલ વાગાવવી એ અવિસ્મરણીય ક્ષણ છે. NSE મેઈન બોર્ડ પર સ્થાનાંતરણ માત્ર અમારા સ્ટેકહોલ્ડર્સના વિશ્વાસનું પ્રતિબિંબ નથી, પરંતુ સોલેક્સના આગામી વિકાસના અધ્યાયની શરૂઆત છે. આ ભારતના ટકાઉ ભવિષ્ય તરફના સંકલ્પને મજબૂત બનાવે છે. સોલેક્સે ૧૯૯૫થી ‘Putting our souls in solar’ના ધ્યેય સાથે અદ્યતન ટેકનોલોજી, વર્લ્ડ-ક્લાસ મેન્યુફેક્ચરિંગ અને સર્વસમાવેશી પ્રગતિ માટે સમર્પિત રહીને ભારતની સ્વચ્છ ઊર્જા યાત્રામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં, ‘Solar is Sure, Pure and Secure’ — એ જ સિદ્ધાંતો અમારી વિકસિત ભારત માટેની દ્રષ્ટિને દિશા આપે છે.”
ઉત્પાદન ક્ષમતા (Manufacturing Capacity)માં મહત્વપૂર્ણ વધારો, તડકેશ્વર પ્લાન્ટ પર ૮૦૦ મેગાવોટની વ્યાવસાયિક ઉત્પાદન શરૂઆત કરી, જેથી કુલ કાર્યક્ષમ ક્ષમતા ૧.૫ ગીગાવોટ (GW) પહોંચી. ૨.૫ GW વિસ્તરણ પ્રોજેક્ટ હાલ ટેસ્ટિંગ તબક્કામાં છે, દિવાળી ૨૦૨૫ સુધી પૂર્ણ ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા. FY26ના અંત સુધીમાં વધારાના ૨.૫ GW વિસ્તરણની યોજના, જેથી કુલ ક્ષમતા ૬.૫ GW સુધી પહોંચશે.
સોલેક્સના ૭૦%થી વધુ કર્મચારીઓ આદિવાસી અને સ્થાનીક સમુદાયોમાંથી આવે છે, જે ઉદ્યોગ વિકાસ સાથે સામાજિક સશક્તિકરણ માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિઝન ૨૦૩૦ હેઠળ, કંપની ૧૦ GW મોડ્યુલ ક્ષમતા અને ૧૦ GW સેલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે, તથા વેફર અને ઇન્ગોટ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કરીને ભારતમાં પૂર્ણપણે સંકલિત સોલાર વેલ્યૂ ચેઇન વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ દ્રષ્ટિ ભારત સરકારના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અભિયાન સાથે સુસંગત છે.
સોલેક્સ એનર્જી લિમિટેડે પોતાના ભાગીદારો, ઇન્વેસ્ટર્સ, ક્લાયન્ટ્સ અને તમામ સ્ટેકહોલ્ડર્સનો અવિરત વિશ્વાસ, સહયોગ અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.