વડોદરા, ઓક્ટોબર, 2026: પારૂલ યુનિવર્સિટીના 8 સંશોધકો સ્ટેનફોર્ડ-એલ્સેવિયર ગ્લોબલ સાયન્ટિસ્ટ રેન્કિંગ 2026માં વિશ્વના ટોચના 2 ટકા વિજ્ઞાનીઓમાં સામેલ થયાં છે, જેનાથી વિશ્વભરમાં રિસર્ચ માટે યુનિવર્સિટીની ઓળખ વધુ મજબૂત બની છે. આ એવોર્ડ ફાર્માકોલોજી અને ફાર્મસી, માઇક્રોબાયોલોજી, નેટવર્કિંગ અને ટેલીકમ્યુનિકેશન્સ, બાયોકેમિસ્ટ્રી અને મોલેક્યુલર બાયોલોજી, એનવાયર્નમેન્ટલ સાયન્સિસ તથા મેડિસિનિલ અને બાયોમોલેક્યિલર કેમિસ્ટ્રી સહિતની વિવિધ સાયન્ટિફિક શાખાઓમાં યુનિ.ના ફેકલ્ટી મેમ્બર્સની રિસર્ચ પ્રોડક્ટિવિટી દર્શાવે છે.

આ સંશોધકોમાં ફેકલ્ટી ઓફ ફાર્મસીના સિનિયર પ્રોફેસર અને રિસર્ચ એડવાઇઝર ડો. માંગે રામ યાદવ, ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ એનવાયર્નમેન્ટલ સાયન્સના સિનિયર પ્રોફેસર ડો. મધુસુદન એચ ફુલેકર, ફેકલ્ટી ઓફ એન્જિનિયરીંગના ડિપાર્ટમેન્ટ ઓફ મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પ્રિન્સ જૈન, ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીના એસોસિયેટ પ્રોફેસર ડો. તરૂણ કુમાર ઉપાધ્યાય, ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિક્સના એસોસિયેટર પ્રોફેસર ડો. દીપ પૂજા, ફેકલ્ટી ઓફ ફાર્મસીના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિક્સના પ્રોફેસર ડો. ભુપેન્દ્ર જી. પ્રજાપતિ, ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇફ સાયન્સના એસોસિયેટર પ્રોફેસ ડો. મહેશકુમાર પ્રકાશ પાટિલ તથા ફેકલ્ટી ઓફ ફાર્મસીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સુભ્રત મહેશ્વરીનો સમાવેશ થાય છે.

તેમના રિસર્ચને સામેલ કરવું એ સૂચવે છે કે યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટિકલ સાયન્સથી લઇને મેડિસિનિલ કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોટેક્નોલોજી, એનવાયર્નમેન્ટલ સાયન્સ તેમજ એન્જિનિયરીંગ અને કમ્યુનિકેશન ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોમાં સખત રિસર્ચ થઇ રહ્યું છે. આ સંશોધકોનું કામ હેલ્થકેર, લાઇફ સાયન્સિસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ટેક્નોલોજીકલ ઇનોવેશનમાં નોલેજ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. તેમની ગ્લોબલ અને સબ-ફિલ્ડ રેન્કિંગ, h-index અને i10-index સ્કોર વિવિધ વિષયોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને પ્રભાવી અસરોને દર્શાવે છે.

પારૂલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડો. ગીતિકા મદન પટેલે જણાવ્યું હતું કે, રિસર્ચમાં ઉત્કૃષ્ટતા કુતૂહલ, સહયોગ અને નોલેજ પ્રાપ્ત કરવાના નિરંતર પ્રયાસો ઉપર આધારિત છે. વિશ્વના ટોચના 2 ટકા વિજ્ઞાનીઓમાં અમારા સંશોધકોનું સામેલ થવું એ યનિવર્સિટી માટે ગૌરવની વાત છે, જે વિવિધ વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાના અમારા પ્રયાસો પણ દર્શાવે છે. અમે એવાં માહોલની રચના કરવા કટીબદ્ધ છીએ કે જ્યાં સંશોધકો નવા આઇડિયા રજૂ કરી શકે તેમજ વિશ્વભરમાં વૈજ્ઞાનિક પ્રગતિમાં મૂલ્યવાન યોગદાન આપી શકે.

સ્ટેનફોર્ડ-એલ્સેવિયર વર્લ્ડ ટોપ 2 % સાયન્ટિસ્ટ લિસ્ટમાં સામેલ આઠ સંશોધકોને તેમના સંશોધન યોગદાન અને ગ્લોબલ સાયન્ટિફિક કમ્યુનિટી ઉપર પ્રભાવ માટે એક સમારોહમાં સન્માનિત કરાયાં હતાં. આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટિકલ સાયન્સ, હેલ્થકેર, એન્જિનિયરીંગ, ટેક્નોલોજી અને બીજા સાયન્ટિફિક ફિલ્ડમાં તેમના યોગદાનની ઓળખ કરાઇ હતી તેમજ રિસર્ચ અને જિજ્ઞાસા, જ્ઞાન અને સતત સંશોધન ઉપર ભાર મૂકાયો હતો. યુનિવર્સિટીએ સંશોધકોને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતાં તેમજ સાયન્સ અને ઇનોવેશનમાં બદલાતા માહોલમાં તેમના યોગદાન ઉપર ભાર મૂક્યો હતો.